ભારે વરસાદથી આવક 50% ઘટતાં ગવાર, ભીંડા, ટીંડોળાના ભાવ 80થી 100 સુધી પહોંચ્યા

0
તાજેતરમાં પડેલા મૂશળધાર વરસાદને લીધે શાકભાજી મોંઘા થયા છે. સપ્તાહ સુધી અવિરત વરસાદ પડતા ખેતરોમાં પાણી ભરાયેલા રહેતા ઊભો પાક નાશ પામ્યો છે. વરસાદને લીધે શાકભાજીની આવક અડધી થઇ જતાં ભાવ બમણાં થઇ ગયા છે. જેને કારણે ભીંડા, ગુવાર, ગવાર, કાકડી, ટીંડોળા સહિતના શાકભાજીના ભાવ પ્રતિકિલો રૂ. 80થી 100એ પહોંચી ગયા છે. જ્યારે ચોળી તો બજારમાંથી ગાયબ જ થઇ ગઇ છે.



રાજ્યમાં પડેલા અવિરત વરસાદના કારણે પાકને નુકસાન થવાની સાથે ખેતરોમાં પાણી ભરાઇ ગયા છે. જેની સીધી અસર ભાવ પર પડી છે. દરેક લીલા શાકભાજી અત્યારે રૂ. 100ને આંબી ગયા છે. જ્યારે રોજિંદા વપરાશમાં આવતા ડુંગળી અને બટાકાના ભાવ પણ રૂ. 30 કિલો થઇ ગયા છે. જેના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું છે. હજુ પણ લીંબુના ભાવ છૂટક બજારમાં રૂ. 70થી 80 ચાલી રહ્યા છે. જ્યારે લીલા મરચાંથી માડીને સિમલા મરચાના ભાવ પણ બમણાં થઇ ગયા છે. આગામી થોડા દિવસ સુધી શાકભાજીના ભાવવધારાનો માર લોકોએ સહન કરવો પડશે.

શાકભાજી છૂટક હોલસેલ
ભીંડા 100 65
ટીંડોળા 110 70
ગવાર 120 80
કંકોડા 200 120
મેથી 140 80
પરવર 110 60
રવૈયા 95 45
ચોળી 200 110
કારેલા 100 55
કોથમીર 200 95


માગ જેટલો પુરવઠો નથી
વરસાદના કારણે ખેતરોમાં ઊભા પાકને નુકસાન થવાની સાથે પાણી ભરાઇ ગયા છે. શહેરમાં આ‌વતા ભીંડા, ટીંડોળા, ગવાર, કોથમીર સહિતના શાકભાજીની આવકમાં 30થી 50 ટકાનો ઘટાડો થયો છે. જેના કારણે શાકભાજીના ભાવમાં ભારે ઉછાળો આવ્યો છે. લીંબુના ભાવમાં પણ ફરી વધારો થયો છે. - દીપક પટેલ, સેક્રેટરી, એપીએમસી અમદાવાદ

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top